"આઈ લવ યુ"
કહેવામાં ઘણીવાર ઘણું મોડું થઇ જાય જિંદગીમાં....
એક નાનું એવું રૂડું રૂપાળું પંખી બગીચામાં ખીલેલા એક સફેદ ફૂલ પર જ ઊડ્યા કરતું હતું.
ફૂલે પંખીને પૂછ્યું,
“તું કેમ મારી આસપાસ જ ઊડ્યા કરે છે ?”
પંખીએ હસતાં હસતાં કહ્યું,
“ખબર નહીં કેમ?
પણ
તારાથી દૂર જવાની મને ઈચ્છા જ નથી થતી.
મને બસ એમ જ થાય છે કે,
હું તને એક ક્ષણ પણ મારી નજરથી દૂર ન કરું.”
ફૂલને થયું કે,
આ તો સાલું માથે પડ્યું છે
અને
મારો પીછો મૂકે તેમ લાગતું નથી.
મારે કોઈ ઉપાય કરીને આને મારાથી દૂર કરવું જ પડશે.
એણે પંખીને કહ્યું,
“તું કાયમ મારી સાથે રહેવા ઈચ્છે છે ?”
પંખી આ સાંભળીને એકદમ આનંદમાં આવી ગયું.
એવું લાગ્યું જાણે કે,
આખી પૃથ્વી પરનું સુખ ભગવાને એને આપી દીધું.
એણે તો તુરંત જ કહ્યું,
“હા, હું કાયમ તારી સાથે જ રહેવા માંગુ છું.”
ફૂલે કહ્યું,
“જો હું અત્યારે સફેદ છું.
જ્યારે હું લાલ થઈ જઈશ
ત્યારે
આપણે બંને કાયમ માટે એક થઈ જઈશું.”
આ સાંભળીને પેલું પંખી નાચવા લાગ્યું અને ગાવા લાગ્યું.
ફૂલ વિચારમાં પડી ગયું કે,
હું તો સફેદ છું.
લાલ તો થવાનું જ નથી.
આ તો આનો પીછો છોડાવવા માટે મેં આમ કહ્યું.
પણ આ તો એવું માની બેઠું લાગે છે કે,
હું લાલ થઈ જઈશ.
એની બુદ્ધિ કામ કરતી બંધ થઈ ગઈ લાગે છે.
પેલા ફૂલની આસપાસ ખૂબ કાંટા હતા.
પંખીએ ગાતા-ગાતા અને નાચતા નાચતા પોતાના શરીરને કાંટા સાથે અથડાવવાનું શરૂ કર્યું.
પંખીના શરીરમાંથી લોહીના છાંટા ઊડીને ફૂલ પર પડવા માંડ્યા
અને
ફૂલ ધીમે ધીમે લાલ થવા લાગ્યું.
થોડીવારમાં પંખીનું આખું શરીર વીંધાય ગયું
અને
પેલું સફેદ ફૂલ લાલ થઈ ગયું.
ફૂલને હવે સમજાયું કે,
પંખી એને કેટલો પ્રેમ કરે છે !
એ ઘાયલ પંખી પાસે પોતાના પ્રેમનો એકરાર કરવા નીચે નમ્યું
અને કહ્યું,
“દોસ્ત મને માફ કરજે.
હું તો તારા પ્રેમને મજાક સમજતો હતો.
પણ મને હવે તારો પ્રેમ સમજાય છે
અને અનુભવાય પણ છે.
હું પણ તને પ્રેમ કરું છું દોસ્ત…”
ફૂલ સતત બોલતું જ રહ્યું.
પણ સામે કોઈ જ જવાબ ન મળ્યો
ત્યારે
ફૂલને સમજાયું કે,
હવે ઘણું મોડું થઈ ગયું છે.
આપણા જીવનમાં પણ આવું બનતું હોય છે.
પણ
કોઈ આપણને ખરા દિલથી ચાહતું હોય છે
અને આપણે માત્ર એને મજાક સમજીએ છીએ…
જાળવજો…
સંભાળજો…
ક્યાંક પ્રેમનો સ્વીકાર કરવામાં મોડું ન થઈ જાય !
*આ પ્રેમ માતા-પિતાનો, ભાઈ-બહેનનો, પતિ-પત્ની કે એક મીત્રનો પણ હોય.*
🙏 🙏 🙏 🙏 🙏
Saturday, 22 October 2016
આઈ લવ યુ"કહેવામાં ઘણીવાર ઘણું મોડું થઇ જાય જિંદગીમાં....
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment