Sunday, 3 July 2016
Shayari Gujarati
તારી સંમતી વગર તને જોવું એ ટેવ સારી નથી,
મે તો પૂછ્યા વગર ફૂલોની મહેક પણ માણી નથી.
નૈણથી નૈણ લડાવીને આ રમત રમાય છે.
એમાં આંખ મારી મીંચાય છે,
તને લાગે છે જીત તારી થાય છે.
પણ પગલી, તને જ જીતાડવા તો આ હાર કબુલાય છે.
જીંદગીમ, તું એક એવી કવિતા છે કે
જેને લખ્યા પછી ભૂંસવા માટે રબ્બરના વિકલ્પમાં જાતને ઘસવી પડે છે.
સતત મારા માં જ "વ્યસ્ત" રાખી છે,
મેં કંઇક એવી રીતે મારી જાત ને "મસ્ત" રાખી છે..!!
અહીંયા આ દીલ માં ધમાલ છે'ને,
પુરી મહેફિલમાં લોકો કે'છે "વાહ શું કમાલ છે.."
જીંદગી માં સંબંધો કોબીઝ જેવા છે,
જો તમે તેને ફોલ્યા જ કરો તો છેલ્લે હાથ માં કઇજ ના વધે..!!
પ્રેમને પામવા કરતાં તેના પારખાં વધારે થાય છે,
એટલે જ તો ઘણુખરું પ્રેમ અધુરો જ રહી જય છે,
પૂછશે ઘરે કે "કેમ પલળ્યા હતા ??"
કહીશુ.! "રસ્તામાં ભીના નયન મળ્યા હતા.!"
Subscribe to:
Posts (Atom)