Saturday, 22 October 2016

આઈ લવ યુ"કહેવામાં ઘણીવાર ઘણું મોડું થઇ જાય જિંદગીમાં....

"આઈ લવ યુ"
કહેવામાં ઘણીવાર ઘણું મોડું થઇ જાય જિંદગીમાં....
એક નાનું એવું રૂડું રૂપાળું પંખી બગીચામાં ખીલેલા એક સફેદ ફૂલ પર જ ઊડ્યા કરતું હતું.
ફૂલે પંખીને પૂછ્યું,
“તું કેમ મારી આસપાસ જ ઊડ્યા કરે છે ?”
પંખીએ હસતાં હસતાં કહ્યું,
“ખબર નહીં કેમ?
પણ
તારાથી દૂર જવાની મને ઈચ્છા જ નથી થતી.
મને બસ એમ જ થાય છે કે,
હું તને એક ક્ષણ પણ મારી નજરથી દૂર ન કરું.”
ફૂલને થયું કે,
આ તો સાલું માથે પડ્યું છે
અને
મારો પીછો મૂકે તેમ લાગતું નથી.
મારે કોઈ ઉપાય કરીને આને મારાથી દૂર કરવું જ પડશે.
એણે પંખીને કહ્યું,
“તું કાયમ મારી સાથે રહેવા ઈચ્છે છે ?”
પંખી આ સાંભળીને એકદમ આનંદમાં આવી ગયું.
એવું લાગ્યું જાણે કે,
આખી પૃથ્વી પરનું સુખ ભગવાને એને આપી દીધું.
એણે તો તુરંત જ કહ્યું,
“હા, હું કાયમ તારી સાથે જ રહેવા માંગુ છું.”
ફૂલે કહ્યું,
“જો હું અત્યારે સફેદ છું.
જ્યારે હું લાલ થઈ જઈશ
ત્યારે
આપણે બંને કાયમ માટે એક થઈ જઈશું.”
આ સાંભળીને પેલું પંખી નાચવા લાગ્યું અને ગાવા લાગ્યું.
ફૂલ વિચારમાં પડી ગયું કે,
હું તો સફેદ છું.
લાલ તો થવાનું જ નથી.
આ તો આનો પીછો છોડાવવા માટે મેં આમ કહ્યું.
પણ આ તો એવું માની બેઠું લાગે છે કે,
હું લાલ થઈ જઈશ.
એની બુદ્ધિ કામ કરતી બંધ થઈ ગઈ લાગે છે.
પેલા ફૂલની આસપાસ ખૂબ કાંટા હતા.
પંખીએ ગાતા-ગાતા અને નાચતા નાચતા પોતાના શરીરને કાંટા સાથે અથડાવવાનું શરૂ કર્યું.
પંખીના શરીરમાંથી લોહીના છાંટા ઊડીને ફૂલ પર પડવા માંડ્યા
અને
ફૂલ ધીમે ધીમે લાલ થવા લાગ્યું.
થોડીવારમાં પંખીનું આખું શરીર વીંધાય ગયું
અને
પેલું સફેદ ફૂલ લાલ થઈ ગયું.
ફૂલને હવે સમજાયું કે,
પંખી એને કેટલો પ્રેમ કરે છે !
એ ઘાયલ પંખી પાસે પોતાના પ્રેમનો એકરાર કરવા નીચે નમ્યું
અને કહ્યું,
“દોસ્ત મને માફ કરજે.
હું તો તારા પ્રેમને મજાક સમજતો હતો.
પણ મને હવે તારો પ્રેમ સમજાય છે
અને અનુભવાય પણ છે.
હું પણ તને પ્રેમ કરું છું દોસ્ત…”
ફૂલ સતત બોલતું જ રહ્યું.
પણ સામે કોઈ જ જવાબ ન મળ્યો
ત્યારે
ફૂલને સમજાયું કે,
હવે ઘણું મોડું થઈ ગયું છે.
આપણા જીવનમાં પણ આવું બનતું હોય છે.
પણ
કોઈ આપણને ખરા દિલથી ચાહતું હોય છે
અને આપણે માત્ર એને મજાક સમજીએ છીએ…
જાળવજો…
સંભાળજો…
ક્યાંક પ્રેમનો સ્વીકાર કરવામાં મોડું ન થઈ જાય !
*આ પ્રેમ માતા-પિતાનો, ભાઈ-બહેનનો, પતિ-પત્ની કે એક મીત્રનો પણ હોય.*
🙏  🙏  🙏  🙏  🙏

પતિ-પત્નીના જીવનને સ્પર્શ કરતી એક સરસ વાત

પતિ-પત્નીના જીવનને સ્પર્શ કરતી એક સરસ વાત જે સંસાર ત્યાગી ચુકેલા એક જૈન મુની પાસે સાંભળી હતી

_ For All Married Couple

લગ્નની પચીસી વટાવી ચૂકેલું એક દંપતી લગ્નની વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ એક બીજા સામે બેસીને એક બીજાના ગમા - અણગમાની ફરિયાદ કરે છે, ત્યાં પતિ એક સરસ પ્રસ્તાવ મુકે છે :

"આપણે બંને એક બીજાને એક એક નોટબૂક ભેટ આપીએ - તે નોટબૂકમાં આપણે રોજેરોજ એક બીજાની કયી વાત ના ગમી તે ટાંકતા રહેવાનું અને આવતી વર્ષગાંઠે એકબીજા સામે બેસીને એક બીજાની ખામીઓ વાંચવાની.... વર્ષ દરમ્યાન જે ખામી નજર આવે - આગામી વર્ષોમાં પ્રયત્ન કરવાનો તે ખામીઓ દુર કરવાનો - તે ભૂલનું પુનરાવર્તન ના થાય તે જોવાનું !!"

પતિની આ વાત સાંભળી પત્ની પણ સંમત થઈ અને એક બીજાને નોટેબૂક્ની   આપ - લે કરી લીધી.......

વર્ષ વીતતું ગયું....વાતો - ભૂલો - ખામીઓ લખાતી રહી....

એક વર્ષના વહાણાં વાઈ ગયા....

ફરી લગ્નની વર્ષગાંઠે પતિ - પત્ની સામસામે બેઠા... એક બીજાની નોટબુકની આપ - લે કરી લીધી....

પહેલ આપ પઢો...ની હુંસાતુંસી જામી....આખરે મહિલા પ્રથમના ધોરણે પત્નીએ લખેલી નોંધ પતિએ વાંચવાની શરુઆત કરી...

પ્રથમ પાનું....બીજું પાનું...ત્રીજું પાનું...

ફિલ્મ જોવાનો વાયદો કરી મોડા આવ્યા....
બહાર જમવાનો વાયદો કરી ના લઇ ગયા....
મારા પિયરીયા આવ્યા ત્યારે સારી રીતે વાત ના કરી
મારા માટે ભંગાર સાડી ઉપાડી લાવ્યા...

આવી અનેકો રોજ-બરોજની ફરિયાદી પતિદેવે વાંચી....

પતિની આંખોમાંથી અશ્રુઓની ધાર વહેવા માંડી....

આખરે છેલ્લું પાનું પૂરું કરી પતિએ પત્નીને કહ્યું :

"તારી બધી ફરિયાદો હું કબુલ કરું છું અને આગામી વર્ષોમાં તેનું પુનરાવર્તન ન થાય તેનું હું ધ્યાન રાખીશ.....

હવે પત્નીએ પતિની રોજનીશીના પાના ફેરવવા શરુ કર્યા....

પ્રથમ દિવસ....બીજો દિવસ....ત્રીજો દિવસ....કોરું ધાકોર....પછી...
બે ચાર દિવસો એક સાથે ફેરવ્યા.....ત્યાં પણ કોરું ધાકોર.....
મહિના ફેરવ્યા.... ત્યાં પણ કોરું ધાકોર.......
આખરે પત્નીએ કંટાળી વર્ષનું છેલ્લું પાનું ખોલ્યું...
ત્યાં પતિએ લખ્યું હતું....

"હું તારા મોઢે ગમે તેટલી ફરિયાદો કરું પણ તે મારા માટે કરેલા ત્યાગ અને આપેલા અનહદ પ્રેમ બાદ જેને યાદ રાખી હું લખી શકું તેવી કોઈ ખામી દેખાઈ નથી.- તારા પ્રેમ અને ત્યાગે તારી બધી ખામીઓને મારી નજરમાં આવવા જ દીધી નથી......તું દરેક ભૂલ અને ખામીઓથી પર છે...કેમકે તે મારી અક્ષમ્ય ખામીઓ પછી પણ દરેક ડગલે અને પગલે તેં મારો સાથ આપ્યો છે....મારા પડછાયાનો વાંક ક્યાં દેખાય મને.....

હવે અશ્રુની ધારનો વારો પત્નીનો હતો. તેને પતિના હાથમાંથી પોતાની રોજનીશી લઇ તેને કચરા ટોપલીમાં સ્વાહા કરી દીધી.....સાથે સાથે ગમા - અણગમાઓને પણ....

નવપલ્લિત બની...નવપરણિત યુગલની જેમ મહેકી ઉઠ્યું તેમનું જીવન - જીવનની ઢળતી સંધ્યાએ....

એક - બીજાની ખામીઓ શોધવાને બદલે એક - બીજાએ પરસ્પર શું ત્યાગ કર્યું તેનો વિચાર માત્ર આપના જીવનને નવપલ્લિત કરી મુકે છે....

આને કહેવાય પ્રેમ..!!

ખરેખર વાંચવાલાયક .....
👌👌👌...

એક પ્રાથમિક શાળામાં
૪ થી ૮ વર્ષનાં બાળકોને
'પ્રેમ કોને કહેવાય ?'
એવા સવાલનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું
ત્યારે આટલાં નાનાં બાળકોએ
જે જવાબો આપ્યા
તે અચંબો પમાડે તેવા હતા....

એમાંના
ઘણાં બાળકોના
જવાબો પરથી તો
એ ટબૂડિયાઓને
પ્રેમ શબ્દની સમજણ
મોટા માણસો કરતા પણ વધારે પડે છે એવું જ લાગે !
તો એમની ભાષામાં જ
એ જવાબો જોઈએ :

[૧]
મારા દાદીને
સાંધાનો વા થયેલો છે.
એ વાંકા નથી વળી શકતા
એટલે એમના પગના નખ કાપવાનું તેમ જ રંગી આપવાનું કામ
મારા દાદા
પોતાને હાથના સાંધા દુ:ખતા હોવા છતાં
નિયમિત કરી આપે છે,
એને પ્રેમ કહેવાય !
- (રિબેકા, ૮ વર્ષ)

[૨]
'જ્યારે તમને કોઈ ચાહતું હોય
ત્યારે એ તમારું નામ
બીજા કરતા
કંઈક જુદી રીતે જ બોલે છે !
તમને એવું લાગે
કે તમારું નામ
એના મોઢામાં ખૂબ સલામત છે,
એ જ પ્રેમ !'
- (બિલિ, ૪ વર્ષ)

[૩]
'પ્રેમ એટલે
તમે કોઈની જોડે
નાસ્તો કરવા જાઓ
અને તમારી મનપસંદ પોટેટો-ચિપ્સ
બધી જ એને આપી દો,
બદલમાં એની પ્લેટમાંથી કંઈ પણ લીધા વિના.એ !'
- (ક્રિસ્ટી, ૬ વર્ષ)

[૪]
'તમે જ્યારે
અત્યંત થાકેલા હો
ત્યારે પણ જે તમને હસાવી શકે એ પ્રેમ !'
- (ટેરી, ૪ વર્ષ)

[૫]
'મારી મમ્મી
કૉફી બનાવ્યા પછી
મારા પપ્પાને આપતા પહેલા
એક ઘૂંટડો ભરીને ચાખી લે છે
કે બરાબર બની કે નહીં !'
બસ, એને જ પ્રેમ કહેવાય !
- (ડેની, ૭ વર્ષ.)

[૬]
'તમને
ખૂબ જ ગમતી ભેટનું પેકેટ
કોઈ આપે અને
એ પેકેટ ખોલવાને બદલે
તમને એ આપનારની
વાતો સાંભળવામાં વધારે રસ પડે એ પ્રેમ !'
- (બૉબી, ૭ વર્ષ.)

[૭]
'એક છોકરી
એક છોકરાને કહે
કે તારું આ શર્ટ મને ખૂબ જ ગમે છે
અને એ પછી
છોકરો રોજે રોજ
એ શર્ટ પહેરે એ પ્રેમ !'
- (નોએલ, ૭ વર્ષ.)

[૮]
'એક વૃદ્ધ પુરુષ
એક વૃદ્ધ સ્ત્રી
એકબીજા વિશે
બધું જાણતા હોવા છતાં
વર્ષો સુધી જોડે રહી શકે
એને પ્રેમ કહેવાય !'
- (ટોમી, ૬ વર્ષ.)

[૯]
'મારી મમ્મી
મને સૂવડાવી દીધા પછી
મારી આંખ બંધ થયેલી જુએ
ત્યારે હળવેથી મારા ગાલ પર પપ્પી કરે છે
એ જ પ્રેમ !'
- (કલેર, ૬ વર્ષ.)

[૧૦]
પ્રેમ એટલે
- મારા પપ્પા કામેથી આવે
ત્યારે ધૂળ ધૂળ હોય
અને પરસેવાથી ગંધાતા હોય
છતાં મારી મમ્મી એની સામે હસે
અને એમના ધૂળ ભરેલા વાળમાં હાથ ફેરવીને એમને ભેટી પડે
- એ જ તો વળી !'
- (ક્રિસ, ૭ વર્ષ.)

[૧૧]
-સવારમાં
તમે હોમવર્ક કરતા હો
એ વખતે તમે જેને દૂર હાંકી કાઢ્યું હોય
અને પછી આખો દિવસ
ઘરમાં એકલું છોડી દીધું હોય
એ ગલૂડિયું
સાંજે તમે નિશાળે પાછા આવો
ત્યારે તમારો ગાલ ચાટે
એને પ્રેમ કહેવાય !'
- (મૅરી એન, ૪ વર્ષ.)
.

.
નથી લાગતું
કે આ ટબૂડિયાઓ પાસે
પ્રેમ કોને કહેવાય
એની ઉચ્ચ અને ઉત્કૃષ્ટ સમજણ છે  ????

હવે એક નાનકડી વાત.
Superb 1 ...

પડોશમાં રહેતા
દાદી ગુજરી ગયા
ત્યારે ચાર જ વરસનો
એક નાનકડો બાળક દાદાને મળવા ગયો
એકાદ કલાક પછી
એ પાછો ઘેર આવ્યો
ત્યારે એની મમ્મીએ પૂછ્યું કે,
'બેટા !
તેં વળી દાદાને શું કહ્યું ?'

'કંઈ નહીં મમ્મી !'
બાળકે જવાબ આપ્યો,
'એમના ખોળામાં બેસી
મેં એમને રડવામાં મદદ કરી !'

બસ,
આ જ પ્રેમ
...!!

Inspiration Things

Vachjo............. khub j saras 6

👌👌👌👌👌👌👌
1. તમે હેરાન થાઓ છો એનો અર્થ એ નથી કે, તમારૂ નસીબ ખરાબ છે.
એનો અર્થ એ છે કે, તમારો સ્વભાવ જરૂર કરતા વધારે સારો છે.

2. મારી પાસે એવા માણસને નફરત કરવાનો ટાઇમ નથી કે જે મને નફરત કરે છે..... કેમ કે, હુ એવા લોકોમા વ્યસ્ત છુ જે લોકો મને પ્રેમ કરેછે...

3. ભૂખ તો ... સંબંધોને પણ.. લાગે છે !! બસ, લાગણીઓ.. સ્વાદિષ્ટ હોવી જોઈએ.

4. ભક્ત હોય તો નરસિંહ મહેતા અને મીરા જેવી જેમાં ટેન્શન હંમેશા ભગવાનને જ લેવુ પડે..

5. તું કહે છે ખાલી હાથે શું મળે , પૈસો ખર્ચો તો જગત આખું મળે ! બોલ, સોદા કરવા હું તૈયાર છું , કેટલામાં બાળપણ પાછું મળે ?

6. ગામમાં લીમડા ઘટતા જાય છે અને ઘરમાં કડવાશ વધતી જાય છે..!!
હોઠો પરથી 'સુગર' ઘટી છે , ત્યારે થી લોહીમાં વધી છે...!!

7. મને નથી ખબર કે હું એક સારો મિત્ર છું કે નહીં પણ મને એ ખબર છે કે મારી મિત્રતા જેમની સાથે છે તે બધા સારા મિત્રો છે.

8. "ઘર નાનું હોય કે મોટું" પણ જો મીઠાશ ન હોય તો... માણસ તો શું કીડીઓ પણ નથી આવતી..

9. લાગણીઓ જ થકવી જાય છે, બાકી, માણસ તો બહુ મજબુત હોય છે..

10. પ્રેમ અને દોસ્તી મા ચઢીયાતી  દોસ્તી છે દોસ્તો, ત્યારે તો રાધા રડે છે કૃષ્ણ માટે અને કૃષ્ણ રડે છે, સુદામા માટે

11. પરિસ્થિતિ આપણને સાચવી લે તે આપણું નસીબ, પરિસ્થિતિને આપણે સાચવી લઈએ તે આપણી સમજણ..

12. એ સફળતાની નિસરણી શું કામની કે જેમાં માણસ તો ઉપર ચઢે પણ માણસાઇ નીચે ઊતરી જાય ?..

13. આ દુનીયા ની સૌથી સુંદર જોડી...
"હાસ્ય" અને "આંસુ"
આ બંનેનુ સાથે આવવુ   અશક્ય છે.... પરંતુ સાથે આવે એ સમય સહુ થી ખુબસુરત હોય છે...

14. આજકાલ કોઇ નેએલાર્મ નથી જગાડતુ સાહેબ... હર કોઇને તેની જવાબદારીઓ જ જગાડે છે....

15. કોઇપણ વસ્તું કે માણસની એટલી બધી અપેક્ષા ન રાખવી કે તેના વગર જીવી ના શકાય.

16. પાંપણો પર જો પાળ બાંધી હોત ને સાહેબ , તો....આ આંખો સાતેય દરિયાની માલિક હોત..

17. અફવા એ એવું ઝડપી ગતીવાળું પક્ષી છે, જેની પાંખોને ક્યારેય 'વા' લાગતો નથી.

18. સાપ ઘરે જોવા મળે તો લોકો દંડો મારવા દોડે છે
અને
શિવ લિંગ પર જોવા મળે તો દુધ પીવડાવવા દોડે છે...
સન્માન તમારું નહિ, તમારા સ્થાન અને સથિતિનું થાય છે.

19. આપણે જેમને સહુથી વધુ ચાહીએ તેમનામાં જ આપણને વધુ દુઃખ આપવાની શક્તિ રહેલી હોય છે.

20. દુનિયાની સાચી હકીકત જ્યાં સુધી "સાચી વાત" ઘરની બહાર નીકળે...... ત્યાં સુધીમાં તો "ખોટી વાતે" અડધી દુનિયા ફરી લીધી હોય છે..

21. સિંહ અને વાઘ ખુબજ શક્તિશાળી છે. પણ શિયાળ ક્યારે સર્કસમાં કામ નથી કરતો. (શાંતિથી વિચારજો )

22. બસ દિલ જીતવાનો જ હેતુ રાખજો. કારણ કે...... દુનિયા જીતીને પણ સિંકદર ખાલી હાથે જ ગયો....

23. અજબ રિવાજ છે આપણા દેશનો , નજર મર્દૉની ખરાબ હોય છે , અને સ્ત્રીઓને લાજ કાઢવાનું કહે છે

24. ઘડિયાળ ની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ..એટલું સમજી લ્યો કે જિંદગીના વૃક્ષ પર કુહાડી ના વાર છે..!

25. તમે ભલે તમારા જીવનથી અસંતુષ્ટ હોવ. પણ ઘણા લોકો એવા હશે જે તમારા જેવુ જીવન જીવવા તરસતા હશે.

26. કોઇને ' સારા ' લાગશો, કોઈને ' ખરાબ ' લાગશો, પણ ચીંતા ના કરશો... જેવા જેના વિચારો હોય છે, તેવા જ તેના ' મૂલ્યાંકન ' હોય છે.

27. લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા. કારણ કે સાચા મિત્રોના ક્યાંય સેલ ના ભરાય. દોસ્ત તારી ગેરહાજરી એટલે ફીલ અને તારી હાજરી એટલે મહેફિલ.

28. રેતી માં ઢોળાયેલ ખાંડ કીડી વીણી સકે પરંતુ હાથી નહિ તેથી ક્યારેય નાના માણસ ને નાનો ના ગણવો ક્યારેક નાનો માણસ મોટું કામ કરી જાય છે..
👌👌👌👌👌👌👌

​બાળપણના ક્રીકેટ-નિયમો

નિયમ-૧:
દડા માટે બઘાએ ૧૦-૧૦ રૂપિયા કાઢવાના.✨

નિયમ-૨:
વિમલ કે કુબેર નુું કાગળ ટોસ ઊછાળવા માં.
હીન્દી - ઈંગ્લીશ).✨

નિયમ-૩:
૬-૬ ઓવર ની મૈચ..✨

નિયમ-૪:
પહેલો બોલ ટ્રાયલ.✨

નિયમ-૫:
પેવેલીયન સ્ટમ્પ ની બાજુ મા.✨

નિયમ-૬:
અધ્ધર દિવાલ કુદે તો આઉટ, અને
અધ્ધર દિવાલ પર ટપ્પી પડે તો સીક્સ.✨

નિયમ-૭:
બે એલ-બી આઉટ.✨

નિયમ-૮:
એક ટપ્પી એક હાથે આઉટ.✨

નિયમ-૯:
એમ્પાયર બેટીંગ વારી ટીમ નો.✨

નિયમ-૧૦:
કાચા અને નાના ખેલાડીઓ એ ખાલી ફીલ્ડીંગ જ કરવાની.✨

નિયમ-૧૧:
જે વાડ મા મારે તેને લેવા જવાનુ.✨

નિયમ-૧૨:
ફીલ્ડીંગ વાળી ટીમે દાવ આપી ને જ જવાનુ.✨

નિયમ-૧૩:
છેલ્લે દાવ ના મલે તો લડાઈ કરીને જ આવાનુ.✨
તમે પણ તમારા મિત્રો નો મોકલી ને આ સોના જેવા સમય ને યાદ કરો...🌟🌟🌟

જીવન અંગે ગાંઠે બાંધી રાખવા જેવી 55 વાતો

 

1. "કેમછો” કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ.

2.શ્રેષ્ઠ પુસ્ષકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય.

3. કોઇએ લંબાવેલો(દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.

4. બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.

5. આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો.

6. કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.

7. મહેણું ક્યારેય ન મારો.

8. એક વિદેશી ભાષા શીખી લેવી સારી.

9. કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશોનહીં, શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય.

10. ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે છે, ઉધારી કરવા માટે નહીં.

11. રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખો.

12. નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો.

13. દરેક રાજકારણીને શંકાની નજરે જુઓ.

14. દરેક વ્યકિતને બીજી તક આપો, ત્રીજી નહીં.

15. ટુથપેસ્ટ વાપર્યા પછી ઢાંકણુ અવશ્ય બંધ કરો.

16. સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું.

17. જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.

18. જેને તેમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો.

19. તમને ન પોષાય તો પણ વારંવાર કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.

20. કોઇપણ કોર્ટ કેસથી હજારો જોજન દૂર રહો.

21.ગોસિપ, નિંદા, જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો.

22. જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ  એવું માનીને ચાલવું નહીં.

23. રવિવારે પણ થોડું કામ કરવાનું રાખો.

24. પત્તા રમીને સમય વેડફો નહીં.

25. રસોડામાં ધોયા વિનાના વાસણો મૂકીને રાત્રે ઊંધી જવું નહીં.

26. લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.

27. અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.

28. ક્યારેક હારવાની પણ તૈયારી રાખો પણ જીતવા માટે હમેશા પ્રયાસ કરો.

29. મા-બાપ, પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.

30. ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિભર્યા અવાજે વાત કરો.

31. શબ્દો વાપરતી વખતે કાળજી રાખો.

32. બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો.

 33. બીજાની બુધ્ધિનો યશ તમે લઇ લેશો નહીં.

34. દિવસની શરુઆત કરો ત્યારે હમેશા નીચેના ૫ વાક્યો બોલો

1.    I am the BEST

2.    I can do it

3.    GOD is always with me

4.    I am a WINNER

5.    Today is my DAY.

35. ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો.

36. તમારી ઓફિસે કે ધરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.

37. મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાં જ હોઇ શકે છે.

38. ગંભીર બિમારીમાં ઓછામાં ઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.

39. શારીરિક ચુસ્તી કોઇપણ હિસાબે જાળવો.

40. બચત કરવાની શિસ્ત પાળો.

41. જે માણસ પગાર ચૂકવે છે તેની ક્યારેય ટીકા ના કરો.

42. ઉત્સાહી અને વિધેયાત્મક વિચારો ધરાવતી  વ્યકિત બનાવાનો પ્રયત્નકરો. યાદ રાખો કે દરેક વ્યકિતને તેની સારી         બાજુ સાંભળવી ગમે છે.

43. સંતાનોને કડક શિસ્ત પાઠ  ભણાવ્યા પછી તેેને ઉષ્માપૂણ ભેટવાનું ભૂલશો નહીં.

44. કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં..

45. ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી જ હશે એમ માની લેવું નહીં.

46. ધરમાં એક સારો જોડણીકોશ વસાવો.

47. વરસાદ પડતો હોય ત્યારે ગાડીની હેડલાઇટ ચાલુ રાખો.

48. ઘર પોષાય એટલી કિંમતનું જ લેવું.

49. બૂટ હંમેશા પોલિશ્ડ રાખવા.

50. મારામારી થાય તો પહેલો મુક્કો આપણે જ મારવાનો અને જોરદાર મારવાનો.

51. ભાષણ આપતાં પહેલાં ભોજનકરવું નહીં.

52. મત તો આપવો જ.

53. સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જ જોઇએ (વાજિંત્રમા વ્હીસલનો સમાવેશ થતો નથી).

54. જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો.

55. પાણી ને ખુબજ કરકસરથીવાપરો. પાણી અમૂલ્ય છે.

Sunday, 3 July 2016

Gujarati Love shayari

લોકો જોતા હોય ત્યારે જે વર્તન કરો એ "પર્સનાલિટી" કહેવાય, જ્યારે કોઇ જોતું ના હોય ત્યારે જે વર્તન કરો એ "કેરેક્ટર" કહેવાય.


કાશ દિલની વાતની એક એ અસર થઇ જાય, હુ એમને યાદ કરુ ને એમને ખબર પડી જાય.


અજાણ્યુ ક્યાં કોઇ રહ્યું છે અહીંયા, કોઇ નિ:સ્વાર્થ તો કોઇ સ્વાર્થ માટે ઓળખાણ કઢી જ લે છે.


મારી નજરથી ક્યારેક ખુદને જોજે, તુજ ફિદા થઇ જઇશ ખુદ પર.


તારી યાદને આદત પડી ગઇ રોજ મારી પાસે આવવાની..! નહીતર મને ક્યા આદત હતી રોજ તને યાદ કરવાની...


મારી પાસે બેસીને સમય પણ ખુબ રડ્યો આજે., કહે તારે વાંક નથી, હું જ ખરાબ છું..!!!


કોઇએ મને પુછ્યું- "આજકાલ શું કરો છો?"મે કહ્યું- "થપ્પો કરીને જતા રહ્યા, તે બધા 'મિત્રો' શોધું છું."


સારા વિચારો હુંમેશા સાર માણસોના સંપર્કમાં રહેવાથી આવે છે, હું આપના સંપર્કમાં છું એનો મને આનંદ છે.